Pages

September 25, 2006

છોડીને આવ તું

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.

પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

3 comments:

  1. liked it:)
    its really good poem

    ReplyDelete
  2. જાગી ઉઠયુ છે સપનુ તારુ મારી આખો મા,
    મહેકે છે સુગન્ધ તારી મારા રુહ મા !!

    કરે છે સવાલ મારી તન્હાઈ તારો,
    આ મન કરે છે બસ તારા જ િવચારો!!

    - અિહયા સ્લેપ નિહ મારુ !! :)

    Hitarth

    ReplyDelete